ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા શિક્ષણમાં પાછળ

દેશમાં વિકાસ મોડલ ગણાતા ગુજરામાં 33 જિલ્લાઓમાંથી 20 જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે તેવી શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી માહિતી આપી છે, લોકસભામાં દેશમાં શૈક્ષણિક સ્થિતિ અંગે ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અહેવાલ રજૂ કરતા ગુજરાતની શિક્ષણ સ્થિતિ અંગે તારણો રજૂ કર્યા હતા.

ગુજરાત કુલ જિલ્લા સામે ટકાવારીમાં દેશમાં છઠ્ઠા ક્રમે
લોકસભામાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વધુમાં જણાવ્યું કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની એક્સપર્ટ કમિટી દ્વારા દેશમાં કુલ 374 જિલ્લાઓને શૈક્ષણિક રીતે પછાત જિલ્લા તરીકે નક્કી કરવામાં આવ્યા હતા. કમિટીએ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, કોલેજ-પોપ્યુલેશન રેશિયો, પ્રતિ કોલેજ સરેરાશ એનરોલમેન્ટ વગેરે જેવા પેરામીટરને આધારે આ જિલ્લાઓની ઓળખ કરવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા શિક્ષણમાં પાછળ
ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં જણાવ્યું કે ગુજરાતની સ્થિતિ ઉત્તર પ્રદેશ કરતા પણ ખરાબ છે, તેમણે યુપીમાં 56 ટકા જિલ્લા શૈક્ષણિક રીતે પછાત છે તો ગુજરાતમાં 61 ટકા જિલ્લામાં શૈક્ષિણિક વિકાસ થઈ શક્યો નથી જ્યારે રાજસ્થાનમાં 91 ટકા, MPમાં 75 ટકા અને તમિલનાડુમાં 71 ટકા, બિહારમાં 66 ટકા જિલ્લા શૈક્ષિક રીતે પછાત હોવાનું કેન્દ્રિયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું.

યુપીમાં 56 ટકા જિલ્લા શૈક્ષણિક પછાત, ગુજરાતમાં 61 ટકા
મધ્ય ગુજરાતમાં 3 જિલ્લાઓ જ્યારે દક્ષિણમાં 5 જિલ્લાઓ શૈક્ષણિક પછાત છે. રાજ્યમાં કુલ જિલ્લાઓમાં પછાત જિલ્લાઓની ટકાવારી મુજબ, રાજસ્થાનમાં 91 ટકા જિલ્લા શૈક્ષણિક પછાત છે. મધ્યપ્રદેશમાં 75 ટકા, તમિલનાડુમાં 71 ટકા, બિહારમાં 66 ટકા છે. ઉત્તરપ્રદેશમાં 56 ટકા છે. ગુજરાતની સ્થિતિ દેશમાં ટકાવારીમાં છઠ્ઠા ક્રમે છે. જોકે, ગુજરાતની સ્થિતિ ઉત્તરપ્રદેશ કરતાં ખરાબ છે.

સૌરાષ્ટ્ર ઝોનના 7 જિલ્લા શૈક્ષણિક પછાતની યાદીમાં
જ્યારે મધ્ય ગુજરાતમાં 3 અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા શૈક્ષણિક દ્રષ્ટ્રીએ નિમ્ન કક્ષા ધરાવતા હોવાનું સામે આવ્યું છે.
તેમના જણાવ્યા મૂજબ ગુજરાતના 33માંથી 20 જિલ્લા શૈક્ષણિક રીતે પછાત છે તેમજ દેશમાં 374 અને ગુજરાતમાં 20 જિલ્લા શૈક્ષણિક પછાત પછાળ હોવાનું કહ્યું હતું જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ઝોનના 7 જિલ્લા શૈક્ષણિક રીતે પછાત હોવાની યાદીમાં સામેલ હોવાનું તેમણે જણાવ્યું છે. આ સાથે જ ગુજરાત કુલ જિલ્લામાં શૈક્ષણિક સ્થિતિ અનુસાર દેશમાં છઠ્ઠા ક્રમે આવે છે.

Leave a Reply

Your email address will not be published.

Subscribe Now