અમેરિકાના દરેક વિશ્વ વિદ્યાલયે વિદ્યાર્થીઓને ફરીથી વેક્સિન લેવાનું કહ્યું છે. જો તેઓએ વેક્સિન લઈ લીધી છે જેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મંજૂરી મળી નથી. તેવામાં ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ છે જેઓએ ભારત બાયોટેકની કોવૈક્સિન કે રશિયાની સ્પૂતનિક વીની વેક્સિન લીધી છે.કોરોના મહામારીના કારણે અમેરિકી વિશ્વ વિદ્યાલયની કોરોના વેક્સિનેશનની નીતિએ ભારત સહિત વિદેશી વિદ્યાર્થીઓનું ટેન્શન વધાર્યું છે.સંબંધિત વિદ્યાર્થીઓ શરદ ઋતુમાં થનારા સેમેસ્ટરની શરૂઆતમાં ફરી વેક્સિન લેવા જઈ રહ્યા છે. ભારતમાં કોવૈક્સિન કે સ્પૂતનિક વીની વેક્સિન લઈ ચૂકેલાએ ફરીથી વેક્સિન લેવાની રહેશે.અમેરિકી વિશ્વ વિદ્યાલયોની આ વેક્સિનની પ્રભાવકારિતા અને સુરક્ષા પર ડેટાની ખામીને કારણ ગણાવાઈ રહ્યું છે.
અમેરિકી વિશ્વ વિદ્યાલયોના આદેશ બાદ વિદ્યાર્થીઓ 2 અલગ અલગ વેક્સિન લેશે ત્યારે તેમની સુરક્ષાને લઈને ચિંતા વધશે.વિદ્યાર્થીઓને માટે ડબલ્યૂએચઓ આધારિત વેક્સિનની સાથે વેક્સિનેશનને અનિવાર્ય કરવાની પ્રક્રિયાથી અમેરિકી વિશ્વવિદ્યાલયોના રાજસ્વને નુકસાન થવાની શક્યતા છે જે દર વર્ષે શિક્ષણ ખર્ચથી લગભગ 39 બિલિયન ડોલર કમાય છે.25 વર્ષની એક વિદ્યાર્થીની કોલંબિયા યુનિ.ના સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ અને પબ્લિક અફેરને જોઈન કરવાની છે. દર વર્ષે લગભગ 2 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકી વિશ્વ વિદ્યાલયોમાં આવે છે અને તેઓ વિશ્વવિદ્યાલય દ્વારા વેક્સિનની સાથે વેક્સિનેશન માટે નિયમોને લાગૂ કરે કે મુશ્કેલ બની રહ્યું છે. નવા નિયમની ભવિષ્યની યોજનાઓ પર અસર જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ડબ્લ્યૂએચઓ દ્વારા અત્યાર સુધી સ્વીકૃત વેક્સિનમાં અમેરિકાની દવા કંપની ફાઈઝર ઈંક, મોર્ડના ઈંક અને જોનસન એન્ડ જોનસન દ્વારા બનાવાયેલી વેક્સિન સામેલ છે.તેણે ભારતમાં કોવૈક્સિનના 2 ડોઝ લીધા છે. મળતી માહિતી અનુસાર તેને કોલેજ જવા માટે ફરીથી વેક્સિન લેવાનુ કહેવાયું છે.તેનું કહેવું છે કે 2 અલગ અલગ વેક્સિનને લઈને મારી હેલ્થ માટે ચિંતિત છું.