જીટીયુ દ્વારા રાજ્યની તમામ એન્જીનિયરીંગ કોલેજોને આચાર્ય અને ડાયરેક્ટરની અધ્યક્ષતામાં ચાર શિક્ષકો, ક્લાર્ક અને એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એમ કુલ 9 સભ્યોની સમિતી બનાવવા માટે તાકીદ કરવામા આવી છે.
આગામી 15મી માર્ચ સુધીમાં તમામ કોલેજોમાં કમિટી બનાવવા આદેશ કરાયો છે. કોલેજોમાં કોઇ ખામી હશે તો પણ આ કમિટી સંચાલકોનુ ધ્યાન દોરીને તેને દૂર કરવાના પ્રયાસ કરશે તેવું GTUના વાઇસ ચાન્સેલર ડૉ. નવીન શેઠે જણાવ્યું છે.રાજ્યની ડિગ્રી ડિપ્લોમા એન્જીનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સુધરે તે માટે હવે જીટીયુ કાર્યરત બની છે. નવી શિક્ષણ નીતી અમલી બને ત્યારે તમામ કોલેજોએ નેકનુ એક્રિડીયેશન મેળવવુ ફરજીયાત બનશે. તેવી તાતી જરૂરિયાત ઉભી થઇ છે અને તેને જ કારણે આ સેલની રચના કરવામા આવનાર છે. જેને કોલેજોએ આવકારી છે.અત્યાર સુધી નેકનુ એક્રીડિયેશન લેવુ ફરજીયાત ન હતું પરંતુ નવી એજ્યુકેશન પોલિસીમા તેને ફરજીયાત કરવામા આવતા યુનિવર્સિટીએ તમામ કોલેજોને સેલ બનાવવા માટે આદેશ કર્યો છે. ત્યારે જોવાનુ એ રહે છે કે કેટલી કોલેજો દ્વારા કમિટીની રચના કરાય છે.કોલેજ સંચાલકોનુ કહેવું છે કે આ સેલની રચનાથી ઇન્ડસ્ટ્રી અને ઇન્સ્ટીટ્યુટ વચ્ચેનુ અંતર ઘટશે.