ધોરણ-1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ થવાની જાહેરાત

રાજ્યમાં ધોરણ-1થી 5ના ઓફલાઈન વર્ગો અંગે રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ મોટી જાહેરાત, શિક્ષણ પ્રધને કહ્યું કે રાજ્યમાં ધોરણ-1 થી 5ના વર્ગો શરૂ થશે.
રાજ્યમાં ધોરણ-1થી 5ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. વિદ્યાર્થી અને શાળાના સ્ટાફે ફરજિયાત માસ્ક પહેરવું, વિદ્યાર્થી શાળામાં પ્રવેશે તે પહેલા હાથ સેનેટાઇઝ કરવા, વિદ્યાર્થીઓ સાથે બેસીને નાસ્તો નહીં કરી શકે, વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેન્ચ પર બેસાડવા, વિદ્યાર્થીને તાવ કે શરદી જેવું લાગે તો તે શાળાએ ન આવે,આ અંગે શિક્ષણમંત્રી વાઘાણીએ સુરતમાં જાહેરાત કરી હતી
વિદ્યાર્થીની હાજરી મરજીયાત રાખવામાં આવી છે.ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે.સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું પડશે.આમ હવે 20 મહિના બાદ ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ થશે.જેને લઈને વાલીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.

Subscribe Now