ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 31 જુલાઈસવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર મૂકવામાં આવશે. સ્કૂલો પોતાની શાળાનું પરિણામ ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરી શકશે તથા પ્રિન્ટ કરી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેઓના પરિણામની ઝેરોક્ષ આપીને તેમના પરિણામની જાણ કરવાની રહેશે.
10મા ધોરણના ગણિતના માર્કસ ગણતરીમાં નહીં લેવાય તો વિદ્યાર્થીઓને 8 થી 10 ટકા જેટલુ પરિણામ નીચું જશે. વિદ્યાર્થીઓની માંગણી બોર્ડે જાહેર કરેલા પરિપત્રને હાઇકોર્ટમાં પડકારાયો હતો. ધો. 10ના ગણિતના માર્ક ધો.12 સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્રમાં ઉમેરવાનો નિયમ સરકારે રદ કર્યો હતો.
કોઈ વિદ્યાર્થીને ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના 70માંથી 49 માર્ક આવ્યા હોય તો ધોરણ-12ની માર્કશીટમાં ગુણભાર મુજબ તેને 50માંથી 35 માર્ક મળે. તેમજ કોઈ વિદ્યાર્થીને ધોરણ-11ની પ્રથમ કસોટીમાં 50 માર્ક્સમાંથી 38 માર્ક આવ્યા હોય અને બીજી કસોટીમાં 50માંથી 42 આવ્યા હોય તો આમ કુલ 100માંથી 80 મેળવેલ માર્ક થાય. જેની સરેરાશ કરતા 40 માર્ક થાય અને જેના 50 ટકા કરીએ તો 12માંની માર્કશીટમાં 25માંથી 20 માર્ક લખાશે. તેમજ કોઈ વિદ્યાર્થીને ધોરણ 12ના જે તે વિષયની પ્રથમ સામાયિક કસોટીમાં 100 માર્કમાંથી 80 માર્ક આવ્યા હોય અને વર્ષ દરમિયાનની એકમ કસોટીમાં 25માંથી 20 માર્ક આવ્યા હોય તો 125માંથી 100 માર્ક મેળવેલ ગણાય જેના 20 ટકા કરતા 20 માર્ક થાય. જે 25 માર્કમાંથી મેળવેલા ગણાશે. આમ એકંદરે જોવા જઈએ તો 50માંથી 35, 25માંથી 20 અને 25માંથી 20 આમ કુલ 100માંથી 75 માર્ક થાય.