સરકારી પ્રાથમિક શાળાને 36 હજાર વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક

ચોમાસામાં વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તે માટે સરકાર દ્વારા દર વર્ષે સ્કૂલોને પણ ટાર્ગેટ આપવામાં આવે છે. જિલ્લાના વનવિભાગ દ્વારા આ સ્કૂલોને નિઃશુલ્ક રોપા પણ આપવામાં આવે છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની ૬૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં ૩૬ હજારથી વધુ વૃક્ષ વાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત ઘણી જગ્યાએ રોપણી પણ કરી દેવામાં આવી છે તો ઘણી સ્કૂલમાં હવે વૃક્ષારોપણ થઇ શકે તેવી જગ્યા નહીં હોવાને કારણે તેમને ગામમાં વૃક્ષો વાવ્યા છે.

ગાંધીનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વનમહોત્સવ, સામાજિક વનીકરણ સહિતની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે. ત્યારે વૃક્ષારોપણમાં શાળા અને વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવે છે. ગાંધીનગર જિલ્લાની ૬૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાને ચોમાસા દરમિયાન વૃક્ષારોપણ કરવા માટે અગાઉથી ટાર્ગેટ આપી દેવામાં આવે છે. જેના ભાગરૃપે જે તે શાળા દ્વારા સ્થાનિક વન વિભાગની નર્સરીમાંથી વિવિધ છોડ લઇ આવીને શાળાના સંકુલમાં વિદ્યાર્થીઓની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. હાલની કોરોનાની સ્થિતિમાં પ્રાથમિક શાળાઓ બંધ છે ત્યારે શાળાના આચાર્ય, શિક્ષકો સહિત સ્થાનિક આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવાની સુચના આપવામાં આવી છે.

જો સ્કુલ કે શાળા સંકુલમાં જગ્યા ન હોય તો ગામમાં વૃક્ષારોપણ કરવા માટે પણ જિલ્લાકક્ષાએથી કહેવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં સૌથી વધારે દહેગામની પ્રાથમિક શાળાઓમાં સાડા સોળ હજાર જેટલા વૃક્ષો વાવાનો ટાર્ગેટ છે. જ્યારે ગાંધીનગર તાલુકાની શાળાઓમાં બાર હજાર કલોલમાં બે હજાર જ્યારે માણસામાં છ હજાર જેટલા વૃક્ષો શાળા પરિવાર દ્વારા વાવવામાં આવશે. એટલું  જ નહીં આ વૃક્ષોનો ઉછેર કરવાની જવાબદારી પણ શાળાને સોંપવામાં આવી છે.

દર વર્ષે વનમહોત્સવ, સામાજિક વનીકરણ સહિતની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે. ત્યારે વૃક્ષારોપણમાં શાળા અને વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવે છે. ગાંધીનગર જિલ્લાની ૬૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાને ચોમાસા દરમિયાન વૃક્ષારોપણ કરવા માટે અગાઉથી ટાર્ગેટ આપી દેવામાં આવે છે. જેના ભાગરૃપે જે તે શાળા દ્વારા સ્થાનિક વન વિભાગની નર્સરીમાંથી વિવિધ છોડ લઇ આવીને શાળાના સંકુલમાં વિદ્યાર્થીઓની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. હાલની કોરોનાની સ્થિતિમાં પ્રાથમિક શાળાઓ બંધ છે ત્યારે શાળાના આચાર્ય, શિક્ષકો સહિત સ્થાનિક આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવાની સુચના આપવામાં આવી છે.

જો સ્કુલ કે શાળા સંકુલમાં જગ્યા ન હોય તો ગામમાં વૃક્ષારોપણ કરવા માટે પણ જિલ્લાકક્ષાએથી કહેવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં સૌથી વધારે દહેગામની પ્રાથમિક શાળાઓમાં સાડા સોળ હજાર જેટલા વૃક્ષો વાવાનો ટાર્ગેટ છે.

જ્યારે ગાંધીનગર તાલુકાની શાળાઓમાં બાર હજાર કલોલમાં બે હજાર જ્યારે માણસામાં છ હજાર જેટલા વૃક્ષો શાળા પરિવાર દ્વારા વાવવામાં આવશે. એટલું  જ નહીં આ વૃક્ષોનો ઉછેર કરવાની જવાબદારી પણ શાળાને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.

Subscribe Now