સોમવારથી પ્રારંભ : જીટીયુની બીજા તબક્કાની ઓનલાઈન‌ પરીક્ષાનો

જીટીયુના કુલપતિ ડો. નવિન શેઠે કહ્યું છે કે, જે વિદ્યાર્થી પાસે નેટની સુવિધા ના હોય તે નજીકની જીટીયુ સાથે સંકળાયેલી કોલેજના વાઈફાઈનો ઉપયોગ કરી શકશે. ડિગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં અભ્યાસ કરતા 2328 વિદ્યાર્થીઓ પરીક્ષા‌ આપશે.’બંને તબક્કાની ઓનલાઈન પરીક્ષામાં હાજર ન રહેલા વિદ્યાર્થીઓની પરીક્ષા યોગ્ય સમયે લેવાશે.

વિદ્યાર્થીઓ મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપથી પરીક્ષા આપી શકશે. અગાઉ ઓફ લાઈન પરીક્ષા માટે નોંધાયેલા પરંતુ બાદમાં ઓનલાઈન પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવનાર તેમજ પ્રથમ તબક્કાની ઓનલાઈન પરીક્ષા ટેક્નિકલ કારણોથી ના આપી શકેલા વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં આવરી લેવાશે.

Leave a Reply

Your email address will not be published.

Subscribe Now