સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોરોનાના કારણે ભાગ ન લઈ શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને વયમર્યાદામાં એક વર્ષની છૂટ : ગાંધીનગર, મંત્રી શ્રી જીતુ વાઘાણી

1-9-2021થી 31-8-2022 સુધી સરકારની સીધી ભરતીમાં આ નિયમ લાગુ પડશે. સ્નાતક અને સમકક્ષ ડિગ્રી ધરાવતા ઉમેદવારોની વય મર્યાદા 35 હતી, જે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે હવે 36 વર્ષની વયમર્યાદ રહેશે.સ્નાતકથી નીચેની લાયકાત કક્ષામાં બિન અનામત પુરુષની વય મર્યાદા 33 હતી, જે વધારીને 34 વર્ષ કરવામાં આવી છે. એસ.ટી., એસસી અને ઓબીસી અને આર્થિક રીતે નબળા કેટેગરીમાં પુરુષ ઉમેદવારો, આ કક્ષામાં સ્નાતક માટેની હાલની વય મર્યાદા 40 હતી, જેમાં એક વર્ષનો વધારો કરી 41 કરાઈ છે. આ કક્ષામાં સ્નાતકથી નીચેની કેટેગરી માટે વય મર્યાદા 38 હતી, જેમાં વધારો કરીને 39 કરવામાં આવી છે.

શ્રીજીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે કોરોનાની સ્થિતિમાં અનેક પરીક્ષાઓ , ભરતી માટે તકલીફો એ ખાસ કરીને રાજ્યના યુવાનોએ વેઠી છે, સહન કરી છે. એમાંથી એમને બહાર કાઢવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાઇ રહી છે, એમાં એક વર્ષની છૂટછાટ આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.
મહિલા અનામતમાં સ્નાતકથી નીચેની કેટેગરીમાં હાલ 38 વર્ષની વય મર્યાદા છે, જેમાં એક વર્ષનો વધારો કરીને 39 કરવામાં આવી છે. જ્યારે સ્નાતક કક્ષામાં એક વર્ષનો વધારો કરીને 41 કરવામાં આવી છે. તો એસસી, એસટી, ઓબીસી અને ઇબીસી વર્ગની સ્નાતકથી નીચેની મહિલા કક્ષામાં વય મર્યાદા 43થી વધારીને 44 કરવામાં આવી છે.મહિલા અનામત કેટેગરીમાં મહિલાઓને 5 વર્ષની છૂટછાટ જે મળતી હોય છે , એ પછી સરકારી ભરતીમાં 45 વર્ષની વય મર્યાદા હોય છે, તેને યથાવત રાખવામાં આવી છે. તેમને કોઈ વધારાની છૂટછાટ આપવામાં આવી નથી.

જે કોમ્પિટિવ એક્ઝામો છે, એના માટે કોરોનાને કારણે કેટલીક પરીક્ષાઓ કેન્સલ થઈ, ન લેવાણી તો કેટલાક યુવાનો એલિઝિબલ ન થતા હોય, એના કારણે એક્ઝામમાં બેસી ન શકે. એમના માટે એક વર્ષની છૂટ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.

Subscribe Now