ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાના નવા 78 કેસ નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે. જેમાં ગુજરાત હાઇકોર્ટેમાં સોમવારથી વર્ચ્યુયલ હિયરિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અનેક વખત આ પરીક્ષા મોકૂફ રાખવાની રજૂઆતો કરવામાં આવી હતી. જેના પગલે વિદ્યાર્થીઓના હીતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં રાજ્યમાં વિદ્યાર્થીઓ સંક્રમીત થઇ રહ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે GTU દ્વારા આ નિર્ણય લેવાયો છે.
આઇઆઇએમમાં (IIM) કોરોના વિસ્ફોટ થયો છે. જેમાં છેલ્લા 9 દિવસમાં 54થી વધારે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. જેમાં 28 વિદ્યાર્થીઓ, 6 ફેકલ્ટી અને 14 સભ્યોને કોરોનાનો ચેપ લાગતા તમામને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, છેલ્લા 9 દિવસમાં 805 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 54 લોકોનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો.