CBSE કરી જાહેરાત : 10 અને 12 ના વિદ્યાર્થીઓને અપાઈ પરીક્ષા અને રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ

કોરોનામાં હજારો બાળકોએ માતાપિતા ગુમાવ્યા છે. CBSEએ કોરોનાથી માતાપિતા ગુમાવનાર 10 અને 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષા અને રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે.પરીક્ષા અને રજિસ્ટ્રેશન ફી મુક્તિની કેન્દ્રીય માધ્યમમિક શિક્ષણ બોર્ડની જાહેરાતથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ખૂબ મોટી રાહત મળશે. તેમણે કહ્યું કે ધોરણ 10 અને 12 ના ઉમેદવારોની યાદી સોંપતી વખતે સ્કૂલો આવા વિદ્યાર્થીઓની યાદી પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સીબીએસઈએ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ અસેસમેન્ટ સ્કીમ ખુલ્લી મૂકી હતી.CBSE પરીક્ષા નિયામક સન્યમ ભારદ્વાજે જણાવ્યું કે વિદ્યાર્થીઓ પર કોરોનાની અસરને ધ્યાનાં રાખીને શૈક્ષણિક વર્ષ 2021-22 માટે આ નિર્ણય લેવાયો છે. કોરોના મહામારીમાં માતાપિતા, વાલી કે રખેવાળ ગુમાવનાર ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી કે બીજી કોઈ ફી ચુકવવાની રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કોરોનામાં હજારો બાળકોએ તેમના માતાપિતા ગુમાવ્યાં છે આવા વિદ્યાર્થીએને રાહત આપવા માટે સીબીએસઈએ ફી માફીનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.

Subscribe Now