CBSE બોર્ડના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટે માર્ક્સ પોલિસી ફગાવી

સુપ્રીમ કોર્ટે CBSE વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. સર્વોચ્ચ અદાલતે, વિદ્યાર્થીઓ માત્ર તેમના ઓરિજનલ માર્ક્સ જાળવી રાખવા માંગે છે, જે તેમને મુખ્ય પરીક્ષામાં મળે છે. જો CBSE ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષા આપ્યા પછી માર્કસ ઓછા પડે અને તેને અંતિમ ગણવામાં આવે, તો તેની અસર તેમના પ્રવેશ પર પડશે.શુક્રવાર 07 જાન્યુઆરી 2022 ના રોજ આપેલા ચુકાદામાં, CBSEની માર્ક્સ પોલિસીને બાજુ પર રાખી દીધી છે, જેના પછી વિદ્યાર્થીઓ પાસે હવે તેમના શ્રેષ્ઠ માર્ક્સ પસંદ કરવાનો વિકલ્પ હશે. કોર્ટનો આ નિર્ણય CBSEની 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ બંનેને લાગુ પડશે. સંપૂર્ણ સમાચાર વાંચો…
સીબીએસઈએ નિયમોમાં ફેરફાર કરવા માટે કોઈ માન્ય દલીલ આપી નથી. કોર્ટે આ વાતને ફગાવી દેતા કહ્યું કે, CBSE બોર્ડ વિદ્યાર્થીઓને પહેલાની જેમ બેમાંથી શ્રેષ્ઠ માર્કસ પસંદ કરવાનો વિકલ્પ આપશે. તે વિદ્યાર્થીઓ પર નિર્ભર રહેશે કે તેઓ અંતિમ પરિણામમાં મુખ્ય પરીક્ષાના ગુણ રાખવા માગે છે કે સુધારણા પરીક્ષા.
સુપ્રીમ કોર્ટે CBSEના નિયમને બાજુ પર રાખ્યો છે, જે મુજબ માત્ર સુધારણા પરીક્ષામાં મેળવેલા માર્કસને અંતિમ ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘ચોઇસ વિદ્યાર્થીઓની રહેશે કે તેઓ મુખ્ય પરીક્ષા અને સુધારણા પરીક્ષા બંનેમાં કોના માર્કસ લેવા માગે છે’.

Leave a Reply

Your email address will not be published.

Subscribe Now