Print Media
આમ તો માનવ જાત ની મુખ્ય જરૃરયાત હવા, પાણી, ખોરાક છે, પણ સમય બદલાતા શિક્ષણ એક મહત્વની જરૂરિયાત બની ગયી છે.કારણકે વર્તમાન માં શિક્ષણ વગર ના વ્યક્તિનું અત્યાર ના સમય માં આંધળા મનુષ્ય જેવી થયી ગયી છે.
આથી અમે સતત ૧૫ વર્ષથી શિક્ષણ - સમાજ અને આવનારું ભવિષ્ય એટલે કે આપણું બાળક ને યોગ્ય રાહ મળે અને માર્ગદર્શન મળે અને એ યોગ્ય કારકિર્દી દ્વારા રાષ્ટ્ર માં ઉચ્ચકોટિ ના મનુષ્યનું સર્જન થાય એવા હેતુ થી શિક્ષણસુધા PRINT MEDIA AND NEWS CHANNEL પ્રયત્નશીલ રહ્યું છે, અમે દર મહિને માત્ર વાર્ષિક લવાજમ રૂપે માત્ર રૂ.૨૫૦/- ના નજીવા દરે, દરેક વર્ગ ને પોષાય એવા દરે માર્ગદર્શન દ્વારા યોગ્ય માર્ગ ચીંધવા નો પ્રયત્ન કર્યો છે જેમાં દરેક શિક્ષણ સાથે જોડાયેલા વર્ગ ને ન્યાય મળે અને લાભ મળે એવો હેતુ છે.
અમારો સરકારી રજી.નં. R .N . I . NO: GUJ /GUJ /૨૦૦૬/૨૪૩૦૮ - I S S N :૨૩૪૮-૦૧૦૬ છે.
Online Magazine
વર્તમાન ડિજીટલ સમય ને ધ્યાન માં રાખી ને અંક ના અમુક મુખ્ય અંશ ને ONLINE WEBSITE ઉપર મુક્યા છે. જે દરેક મહિના ના અંક ના આર્ટિકલ ની ઝલક હશે. જે ના દ્વારા જેમને ન મળી શકતા શૈક્ષણિક સમાચાર અમારા માધ્યમથી પ્રાપ્ત કરી શકે છે.
Education YouTube Channel
વર્તમાન ડિજીટલ સમય ને અને માંગ ને ધ્યાન માં લઇ ને દરેક શૈક્ષણિક સંસ્થા અને તેમના અલગ હુન્નર ને LIVE વિડીયો દ્વારા કેમેરા માં જીવંત રાખી ને વિદ્યાર્થીગણ અને સમાજ અને સરકારને આપણી સારી પ્રવુતી ઉપર ધ્યાન દોરાય, જેમાં આપણી YOU TUBE ચેનલ દ્વારા દરેક સંસ્થાની LIVE ADVERTIES અને એમનો પરિચય કરાવતા કાર્યક્રમો અનેકવિધ્ધ પ્રવૃતિઓ જે વિદ્યાર્થી દ્વારા પ્રેરણારૂપ બનતી હોય, વાર્ષિક ઉત્સવ જેવા દરેક કાર્યક્રમો દર્શાવવા માં આવશે. આ ચેનલ ના માધ્યમ થી આપણી સંસ્થા -એમના વિદ્યાર્થીના સમુહ પુરતા માર્યાદિત નહીં રહે,પરંતુ અન્ય લોકો ગ્રામીણ કે અન્ય વિસ્તાર નો આવનાર વિદ્યાર્થી માટે અભિપ્રાય નું સ્થાન બનશે. ઉપરાંત દેશભર ના સારા વિદ્વાનો નું જ્ઞાન, લેક્ચર, એડમિશન માહિતી, નોકરી ને લગતા અભિપ્રાયો, જેવા અનેક મુદ્દાઓ અને LIVE NEWS તરીકે પણ ક્યારેક કામ કરશે.
Education News Portal
શિક્ષણસુધા આપણા ગુજરાતી વિદ્યાર્થીમાટે શૈક્ષણિક હેતુ માટે હવે વિશિષ્ટ અને જરુરીયાત બનશે એવું અમારા અનેક પ્રયત્નો અને લોકો અને શૈક્ષણિક સંસ્થા ના મુદ્દા ઓ જોતા કહી શકાય. અહીં એવા દરેક લેખો જે આપને કોઈપણ વિષય અથવા મુદ્દા વિશે યોગ્ય માહિતગાર કરે છે. હકીકતમાં, કોઈપણ વિષય સાથેના વ્યવહારમાં કોઈ પણ લેખ પ્રકૃતિમાં શૈક્ષણિક છે, ફક્ત એટલા માટે કે તે આપણને અનૌપચારિક રીતે શિક્ષિત કરી રહ્યું છે એટલે કે બિનપરંપરાગત શૈક્ષણિક વાતાવરણમાં શિક્ષણ કહેવું કઈ ખોટું નથી. તે વર્ગીકરણની બાબત છે, કોઈ વ્યક્તિ કેવી રીતે શિક્ષણ વિષયક માહિતી નો ઉપયોગ કરવાનો ઇરાદો રાખે છે એ એના ઉપર આધાર છે પછી ભલે તે શિક્ષણ માટે સખત વિશિષ્ટ હોય અથવા શૈક્ષણિક વાતાવરણથી સંબંધિત હોય, અહીં કારકિર્દી પ્રવાહમાં કારકીર્દિ માટે પરીક્ષાઓ, આર્ટિકલ – એક શાશ્વત નૈતિક વિચાર સાથે ના વિષયો અને શિક્ષણ છે. વિદ્યાર્થી જીવનમાં શિક્ષણનું મૂલ્ય અને મહત્વાકાંક્ષાઓ વિશેષ આપનું ધ્યાન દોરી રહ્યું છે અને હજી વધુ માં કહીયે તો અત્યાર નો વિધાર્થી શિક્ષણ પ્રત્યે ખુબ જ જાગૃત થયો છે કારણ કે એ શિક્ષણ માં એની કેરીઅર જુવે છે અથવા તો ભવિષ્ય માટે જાગૃત થઇ ગયો છે..
Educational Job Portal
SHIXANSUDHA.COM માં દરેક યોગ્ય શૈક્ષણીક લાયકાત ધરાવનાર ઉમેદવાર ને સારી પસંદગીની સંસ્થા મળે અને જે તે સંસ્થાને લાયક યોગ્ય સ્થાન અને વિચારો ધરાવતા ઉમેદવાર મળે એવો અમારો હેતુ રહ્યો છે. આ PORTALમાં દરેક સંસ્થા એમની જરૂરીયાત મુજબ આખું વર્ષ એમની જરૂરીયાત મુજબ જાહેરાત મુકી શકશે.જે ૧ વર્ષ માટે માર્યાદિત રહેશે. અહીં દરેક સંસ્થા દરેક જાતના ઉમેદવાર ની POST જાહેરાત એટલે કે પટ્ટાવાળા થી પ્રિન્સિપાલ સુધી દરેક જાતની નિમણુંક માટે આ PORATL નો ઉપયોગ થશે.
Educational Property Portal
આ પોર્ટલ માત્ર EDUACTION વિષયક સારી પ્રોપર્ટી અને એને લગતા યોગ્ય વિસ્તાર માં મળી રહે અને વેચનાર ને યોગ્ય ખરીદનાર મળી રહે એ હેતુ થી બનાવવા માં આવ્યું છે. વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ વગેરે નો સમાવેશ કરવા નો પ્રયત્ન છે. જે થી દરેક આ વિષયક કામ કરનાર ને યોગ્ય વ્યક્તિઓ મળી રહેશે.
Educational Product Portal
દરૅક ઘંઘામાં કોઈ ને કોઈ વસ્તુનું મહત્વ રહેલું જ છે. એ માટે TOOLS કહેવાય છે, એવી જ રીતે દરેક શૈક્ષણીક સંસ્થા માટે ખુબ જ ઉપયોગી પ્રોડક્ટ પોર્ટલ છે. એટલે આ પોર્ટલ માં આપણે ઉપયોગ માં આવતી દરેક વસ્તુ જેમ કે...IT અને હાર્ડવેર પ્રોડક્ટ, ફર્નિચર, લુહારી કામ ની વસ્તુઓ, ઇલેકટ્રીક વસ્તુઓ, અભ્યાસ માં કામ લગતી તમામ વસ્તુઓ, સાયનસ ના સાધનો,પ્રોજેક્ટ ના સાધનો,સ્ટૅશનરી, ઉપયોગી બુક્સ, તેમ જ સેવાઓ માં પણ આમ દરેક કામ માં આવતી સેવા ઓ, જેમ કે...ઇલેકટીક, સોફ્ટવેર, પાણી,...જેવી દરેક સેવા આપનારા ....અને ટિફિન સેવા ઓ વિદ્યાર્થીઓ માટે, એમના માટે હોસ્ટેલ વગેરે નો સમાવેશ કરવા નો પ્રયત્ન છે.
Institute Awareness Program
દરેક સંસ્થાને ઉપયોગી થવા માટે અને એમની કાર્ય પદ્ધતિ ને સમાજ સામે લઇ જવા માટે ખુબ જ ઉપયોગી આ પ્રોગ્રામ છે...જે ઘણા વિષય અને આધુનિક માર્કેટિંગ વ્યવસ્થા ને સાથે રાખી ને આ શક્ય છે..જેમાં અમારી SPECTIVITY PROJECT મહત્વ નો ફાળો આપશે.